Monday 3 December 2012

ચૂંટણી મીટીંગ અને સુચના

બનાસકાંઠા માં ચુંટણી ની બીજી તાલીમ ૬-૧૨-૨૦૧૨ અને ૭-૧૨-૨૦૧૨ ના રોજ રાખેલ છે .જેમને ગઇ ૧૯ તારીખે તાલીમ હતી તેમને ૬ -૧૨ -૨૦૧૨ એ અને ૨૦ તારીખે તાલીમ હતી તેમને ૭ તારીખે તાલીમ છે .તાલીમ ના દિવસ દરમ્યાન વોટિંગ પણ કરવાનું રેહશે .
BLO એ મતદાન ના આગલા દિવસે બૂથ પર હાજર રેહવાનું છે .BLO ને ૨ નકલ માં મતદાર કાપલી ઓં આપવામાં આવશે .જેની વહેચણી કરવાની છે જો મતદાર એ કાપલી ખોવી નાખે તો DUPLICATE કાપલી આપવાની રેહશે .
ચુંટણી માં રોકાયેલા સ્ટાફ માટે જમવાની વ્યવસ્થા મધ્યાહન ભોજન સંચાલક અને સસ્તા અનાજ ની દુકાનદારે ભેગા મળીને કરવાની રેહશે

ચૂંટણીના દિવસે રજા

સામાન્ય વહીવટ વિભાગ 
સચિવાલય 
ગાંધીનગર ,૨૬ /૧૧ /૨૦૧૨ મુજબ 
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણી ઓં ને કારણ
પ્રથમ તબક્કામાં માં ગુરુવારે તારીખ ૧૩ /૧૨ /૨૦૧૨ ના દિવસે અમદાવાદ (વિરમગામ ,સાણંદ ,ધોળકા, ધંધુકા ),સુરેન્દ્રનગર ,રાજકોટ,જામનગર,પોરબંદર ,જુનાગઢ ,અમરેલી ,ભાવનગર ,નર્મદા ,ભરુચ ,સુરત,ડાંગ ,નવસારી ,વલસાડ,અને તાપી જિલ્લામાં 

અને

બીજા તબક્કા માં સોમવાર તારીખ :૧૭/૧૨/૨૦૧૨ કચ્છ ,બનાસકાંઠા ,પાટણ ,મહેશાના ,સાબરકાંઠા ,ગાંધીનગર ,અમદાવાદ( ઘાટલોડિયા ,વેજલપુર ,વટવા ,એલીસ્બ્રીજ ,નારણપુરા ,નિકોલ ,ઠક્કરબાપા નગર ,બાપુનગર ,અમરાઈવાડી,દરિયાપુર ,જમાલપુર,મણીનગર ,દાણીલીમડા ,સાબરમતી અસારવા ,દસક્રોઈ ),આણંદ ,ખેડા ,પંચમહાલ ,દાહોદ અને વડોદરા જીલ્લામ જાહેર રજા રેહશે .....

Sunday 2 December 2012

રમતોત્સવ ૨૦૧૨ -૨૦૧૩

રમતોત્સવ ૨૦૧૨ -૨૦૧૩ 
ગુજરાત ના દરેક જીલ્લા માં જીલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા દરેક બી .આર .સી ,સી .આર .સી અને જીલ્લા કક્ષા ના રમતોત્સવ ડીસેમ્બર -૨૦૧૨ ના છેલ્લા સપ્તાહ સુધી માં તેમજ ઝોન અને રાજ્ય કક્ષા નો રમતોત્સવ યોજવાનો રહેશે