Saturday 9 June 2012


  • સર્વે થયેલ તમામ બાળકો પ્રવેશ મેળવે.
  • પ્રવેશોત્સવ ને એક સંસ્કાર માની ઉજવીએ.
  • શક્ય તેટલી વધુ ભેટ બાળકો ને મળે માટે દાતાઓ નો સંપર્ક કરીએ.
  • ભેટમાં દફતર,સ્લેટ,ગણવેશ,શુઝ,પેન્સિલ,નોટબૂક,નાસ્તા બોક્ષ્,વિગેરે આપી શકાય.
  • બહારથી મહેમાનો આવે ત્યારે બાળકોની સામેલગીરી વધારીએ.
  • કાર્યક્રમ માં બધી વ્યવસ્થા ચકાસી લઈએ.
  • ભેટ આપવા માટે ધાર્મિક પુસ્તકો પસંદ ના કરતા વ્યક્તિ વિકાસના વય કક્ષા મુજબના પુસ્તકો લાવવા.
  • પ્રવેશપાત્ર તમામ બાળકો નો એક ગ્રુપ ફોટો લઈએ.
  • શક્ય હોય તો તે દિવસે તિથી ભોજન ગોઠવીએ.
  • બાળકોના વાલીઓ વધુ પ્રમાણ માં હાજર રહે તે જોઈએ.
  • બાળકો તે દિવસે ગણવેશમાં આવે તો વધારે અનુકુળ રહે.
  • બાળકોને તે દિવસે એકજ જેવી ટોપી પહેરાવીએ.
  • આપનું કામ આપને નિષ્ઠા થી કરીએ.

No comments:

Post a Comment